વડોદરા

From વિકિપીડિયા

વડોદરા ગુજરાત રાજ્યના દક્ષીણ ભાગમાં આવેલું વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે, અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા(Baroda) કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરોમાં વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરા
લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા.
વર્ગીકરણ મેટ્રો શહેર
દેશ ભારત
રાજ્ય ગુજરાત
ભાષાઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને અન્ય
Time zone UTC +5:30
ક્ષેત્રફળ 108.22 km2
જનસંખ્યા 1,492,000 in 2001
વસ્તી ગીચતા
9,527 પ્રતિ km2
સાક્ષરતા દર 78%
અક્ષાંશ 22° 17’ 59’’ N
રેખાંશ 73° 15’ 18’’ E
ઉંચાઇ 35.5 m
તાપમાન
ઉનાળો 45°C-24°C
શિયાળો 31°C-11°C
વર્ષા 931.9 mm


વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે. વિશ્વામીત્રી નદીને કાંઠે વસેલું વડોદરા, વડોદરા જીલ્લાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કારીક નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા જીલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ, દક્ષીણે ભરૂચ તથા નર્મદા,પશ્ચીમે આણંદ તથા ખેડા જીલ્લાઓ આવેલા છે. વડોદરા જીલ્લાની પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.


વડોદરા ગુજરાતનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, ટેક્ષટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગો નો સમાવેશ થાય છે.


ગુજરાતના મોટા શૈક્ષણીક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ની ફાઈન આર્ટસ કૉલેજ તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.


વડોદરા શહેર પ્રાચીન અસ્મીતા તથા અઘ્યતન પ્રગતિશીલતા નો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદીરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે.


[edit] ઇતિહાસ

વડોદરાનો પ્રથમ ઐતિહાસીક ઉલ્લેખ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા?) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું દસમી સદીમાં મહત્વ વઘ્યું.


૧૭૨૧માં પીલાજી ગાયકવાડે મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાશન હેઠળ લાવ્યું. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરા નું શાશન ગાયકવાડો ના હસ્તક આવ્યું. ૧૮૦૨માં બ્રીટીશરો સાથે સંધી પછી વડોદરા, બ્રીટીશ સામ્રાજ્ય હેઠળ સ્વત્રંત્ર ગાયકવાડી શાશન હસ્તક રહ્યું.


૧૯૦૯ નું બરોડા રાજ્ય
Enlarge
૧૯૦૯ નું બરોડા રાજ્ય

વડોદરાનો રાજકિય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સૌપ્રસીઘ્ઘ શાશક મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ૧૮૭૫માં ગાદી સંભાળી. સયાજીરાવ ગાયકવાડે વડાદરાના ક્ષૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શીક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉધ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાત્રંત્ર પછી તે સમયના વડોદરાના મહારાજે ભારત ગણરાજ્યમાં શામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વત્રંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

[edit] જોવાલાયક સ્થળો

  • લક્ષ્મી વિલાસ મહેલ
  • મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
  • સયાજી બાગ
  • સરદાર પટેલ પ્લેનેટેરીયમ
  • EME મંદીર
  • ISKCON મંદીર
  • આજવા નીમેટા
  • Sindhrot
  • Inox Multiplex
  • Deep Multiplex

[edit] બહિર્ગામી કડીઓ


ગુજરાતના જીલ્લાઓ
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર