સિદ્ધરાજ જયસિંહ

From વિકિપીડિયા

સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશના કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી.

Contents

[ફેરફાર કરો] પૃષ્ઠભૂમિ

ઇ.સ. ૧૦૯૪માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધે મૃત્યુ થવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યો. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્રમણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્ય માળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી રા'નવઘણે કર્ણદેવના મૃત્યુ પછી ગુજરાત સામે સ્વતંત્રતા ઘોષિત કરી હતી. આવા પ્રતિકૂળ સમયમાં તેણે રાજ્ય કારભાર સંભાળ્યો.

[ફેરફાર કરો] શાસન

તેના શાસન કાળ દરમિયાન તેણે કચ્છ, સૌરાષ્ટ્ર અને માળવા પર વિજય હાંસલ કર્યો હતો અને ત્યાર ના એક શક્તિશાળી રાજ્ય તરીકે તે ઉભરી આવ્યો. તેના શાસન પર તેના માતા મીનળદેવી નું પ્રભુત્વ રહેતું અને તેના ઉછેરમાં મીનળદેવીનુંજ યોગદાન છે. તેના શાસન ની સિદ્ધીઓમાં તેના મુખ્યમંત્રી મુજાલ મહેતા અને સેનાપતિ કુમારપાળનુ પણ મહત્વનુ યોગદાન છે.

સિદ્ધરાજે કાશ્મીરથી પંડિતો લાવીને તેમને ગુજરાત માં વસાવ્યા હતા. ગુજરાતમાં જૈન ધર્મ ત્યારે ટોચ પર હતો. અને જૈન મુનિ હેમચંદ્રાચાર્યે ગુજરાતી ભાષાનો વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ લખ્યો. ગ્રંથની પુર્ણાહુતી પછી તેને હાથીની અંબાડીમાં મુકી પુરા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

[ફેરફાર કરો] રા'ખેગાંર સાથેનું યુદ્ધ

જુનાગઢમાં સોલંકી વંશના ખંડીયા રાજા તરીકે રા'નવઘણ રાજ્ય કરતો. કર્ણદેવના મૃત્યુ પછી તે ગુજરાતથી સ્વતંત્ર થઇ ગયો હતો અને પોતાનુ રાજ્ય તેના નાના પુત્ર રા'ખેંગાર ને સોંપી તે મૃત્યુ પામ્યો. લોકવાયકા મુજબ તે ગુજરાત દ્વારા અપમાનિત થયો હતો આથી પોતાના અપમાન નો બદલો લેવા પોતાના પુ્ત્રોને પુછ્યુ ત્યારે નાના પુત્ર રા'ખેંગારે જ તેને વચન આપ્યુ આથી રા'ખેંગાર રાજા બન્યો હતો.

સિદ્ધરાજની સગાઇ કોઇ જાગીરદારની પુત્રી રાણકદેવી સાથે થવાની હતી. રાણકદેવી આ સંબધથી ખુશ ન હતી. અને કોઇ રીતે રા'ખેંગાર તેને ઉપાડી લાવી તેની સાથે લગ્ન કર્યા હતા. અને તેમને બે સંતાનો પણ હતા.

સિદ્ધરાજે બદલો લેવા અને જુનાગઢ રાજ્ય ફરીથી ગુજરાતમાં ભેળવી દેવા રા'ખેંગાર સાથે યુદ્ધ કર્યુ. જુનાગઢ ગીરનારની તળેટીમાં વસેલુ હોઇ કુદરતી રીતે રાક્ષાયેલુ છે. લોકવાયકા મુજબ સિદ્ધરાજનું સૈન્ય બાર વર્ષ સુધી જુનાગઢની બહાર ઘેરો ઘાલી પડયું રહ્યુ હતુ પરંતુ જુનાગઢને જીતવાની કોઇ શક્યતા દેખાતી ન હતી. અંતે ખાનગી બાતમીદારો દ્વારા જુનાગઢના ભૂગર્ભ માર્ગોનો પરિચય થયો અને સિદ્ધરાજની સેના ભૂગર્ભ માર્ગે જુનાગઢમાં પ્રવેશી અને અંતે રા'ખેંગારની હાર થઇ.

આ પછી રા'ખેંગારના બે પુત્રોને મારી નાંખી સિદ્ધરાજે રાણકદેવીનું અપહરણ કર્યુ. રાણકદેવીએ સિદ્ધરાજ સાથે પરણવાની ના પાડી અને પોતાના પતિ પાછળ સતી થવા દેવા માટે વિનવણી કરી. છેવટે મીનળદેવીની મધ્યસ્થીથી સિદ્ધરાજ માન્યો અને રાણકદેવી વઢવાણ પાસે સતી થઇ. આજે પણ તે જગ્યા વઢવાણ પાસે મોજુદ છે.

[ફેરફાર કરો] ઉત્તરાધિકારી

સિદ્ધરાજ નિર્વંશ રહ્યો હતો અને તેના પછી કુમારપાળ રાજા બન્યો જે સિદ્ધરાજ નો કુટુંબી અને તેનો એક સેનાનાયક હતો. ૧૨૪૩ સુધી સોલંકી વંશે ગુજરાતમાં રાજ્ય કર્યુ. કુમારપાળે સોમનાથ મંદિર ફરીથી બંધાવ્યુ હતુ.

[ફેરફાર કરો] ગુજરાતી સાહિત્ય